ભરૂચ: જંબુસરના પીલુદ્રા ગામે માઇનોર કેનાલમાં ભંગાણ,ખેતીના ઊભા પાકને નુકશાન

જંબુસર તાલુકાના પીલુદ્રા ગામે નર્મદા માઈનોર કેનાલમાં ભંગાણ સર્જાતા પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું

New Update
ભરૂચ: જંબુસરના પીલુદ્રા ગામે માઇનોર કેનાલમાં ભંગાણ,ખેતીના ઊભા પાકને નુકશાન

જંબુસર તાલુકાના પીલુદ્રા ગામે નર્મદા માઈનોર કેનાલમાં ભંગાણ સર્જાતા પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું જેના કારણે ખેતીના ઊભા પાકને નુકશાન પહોંચ્યું છે

નર્મદા નહેર જ્યારથી જંબુસર તાલુકામાં બનેલી છે ત્યારથી આજદિન સુધી તાલુકાના ધરતીપુત્રોને નર્મદા નહેરના પાણીનો લાભ મળતો નથી ઊલટાનું નુકસાન થાય છે નહેરના તકલાદી બાંધકામને લઇ નહેરો વારંવાર તૂટી જવા કે લીકેજ થવાના બનાવો અવારનવાર બનતા રહે છે જે અંગે નર્મદા નહેરની ઑફિસે ધરતીપુત્રો દ્વારા કિસાન સંગઠનો દ્વારા લેખિત મૌખિક રજુઆતો કરવામાં આવતી હોય છે તેમ છતાંય નહેર ખાતાના અધિકારીઓ આ બાબતે કાંઈ ધ્યાન આપતા નથી કે વ્યવસ્થિત નહેરો રીપેર કરાતી નથી જેનો ભોગ ખેડૂતો બનતા હોય છે ધરતીપુત્રોની મહામૂલી ખેતીને નુકશાન થાય છે.

જંબુસર તાલુકાના પીલુદ્રા ગામે થી વીબીસી માઇનોર કેનાલ વેડચ વિશાખા કહાનવા તરફથી આવે છે.જે ઘણા સમયથી લીકેજ છે એ બાબતે સરપંચ બળવંતભાઈ તથા ખેડુતો ધ્વારા નહેર ખાતાની ઓફિસે વારંવાર લેખિત મૌખિક રજુઆતો કરવામાં આવી છે તેમ છતાં નહેર લીકેજના પ્રશ્નનો આજદિન સુધી હલ થયો નથી જેને કારણે જોરવગા તથા ભરાડિયા વગાની ૧૦૦ એકર જમીનના ઘઉં બાજરી તુવેર દિવેલાનાં પાકો નિષ્ફળ ગયા છે ત્યારે આપરાશનનું વહેલીતકે નિરાકરણ આવે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Latest Stories