ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના 8 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ કરી છે તો બીજી તરફ અંકલેશ્વર શહેર પોલીસે પણ એક બાઇક ચોરને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વરના હવામહેલ વિસ્તારમાંથી રિક્ષા નંબર-જી.જે.16.એ.ટી.3935ની ચોરી થઈ હતી જે રિક્ષા ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન ભરુચ એલસીબી પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી ચોરીની રિક્ષા અમદાવાદ ખાતેથી ઝડપી પાડી હતી અને પોલીસે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ સલું તનિયા જિમખાના પાસે રહેતા મહેબૂબખાન ઇમરાન આદમખાન પઠાણને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી 90 હજારની રિક્ષા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આરોપી અમદાવાદમાં-3 અને સુરતમાં-2 મહેસાણામાં-1,વડોદરામાં-1 તેમજ અંકલેશ્વરમાં-1 મળી કુલ આઠ જેટલી ચોરીમાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે.
તો આ તરફ અંકલેશ્વર શહેર પોલીસે પણ રીઢા બાઇક ચોરની ધરપકડ કરી છે. પોલીસે પિરામણ અંડર બ્રિજ નજીકથી નવા બોરભાઠા ખાતે રહેતા મહેબૂબ ઉર્ફે સોનું આલમની ધરપકડ કરી હતી અને એક મોપેડ પણ કબ્જે કર્યું હતું. આરોપીની પૂછતાછમાં બાઇક ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો છે.