Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે સુરતના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીની અંકલેશ્વરના બાકરોલ ગામમાંથી કરી ધરપકડ

LCB એ સુરતના કડોદરા પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વરના બાકરોલ ગામના કામધેનું એસ્ટેટમાંથી ઝડપી પાડ્યો હતો.

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે સુરતના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીની અંકલેશ્વરના બાકરોલ ગામમાંથી કરી ધરપકડ
X

ભરૂચ એલસીબીએ સુરતના કડોદરા પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વરના બાકરોલ ગામના કામધેનું એસ્ટેટમાંથી ઝડપી પાડ્યો હતો.

ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર શહેર વિસ્તારમાં કોમ્બિંગના પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતના કડોદરા પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અંકલેશ્વરના બાકરોલ નેશનલ હાઇવે ઉપર આવેલ કામધેનું એસ્ટેટમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવી હતી અને મૂળ અંકલેશ્વરના ગડખોલ ગામના આર.કે.નગર અને હાલ ઉમરવાડા રેલ્વે ફાટક પાસે રહેતો ઘરફોડ આરોપી રામસજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્માને ઝડપી પાડ્યો હતો અને પોલીસે જેની પુછપરછ કરતા તેણે ત્રણ વર્ષ પહેલા પોતાના બે મિત્રો સાથે સુરતના કડોદરા વિસ્તારમાં દુકાનને નિશાન બનાવી કોપર વાયર અને બાઈકની ચોરી કરી હતી જેમાં અગાઉ તેના બે મિત્રોની ધરપકડ થઇ હતી જેઓએ તેનું નામ આપ્યું હોવાનું કબૂલ કર્યું હતું પોલીસે તેને ઝડપી અંકલેશ્વર તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.

Next Story