ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અપહરણ સહિતના ગુનામાં સંડોવાયેલ હાંસોટના કુખ્યાત આરોપીની કરી ધરપકડ

ભરૂચ એલસીબીનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાના પેટ્રોલીંગમાં હાંસોટ વિસ્તારમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી

New Update
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અપહરણ સહિતના ગુનામાં સંડોવાયેલ હાંસોટના કુખ્યાત આરોપીની કરી ધરપકડ

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર શહેર પોલીસ મથકના અપહરણ અને સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના ત્રણ ગુનામાં સંડોવાયેલ કુખ્યાત આરોપીને હાંસોટ ખાતેથી ઝડપી પાડ્યો હતો

Advertisment

ભરૂચ એલસીબીનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાના પેટ્રોલીંગમાં હાંસોટ વિસ્તારમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર પોલીસ મથકના અપહરણ અને સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના ત્રણ ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો આરોપી હાંસોટ ગામમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને હાંસોટ ગામના મલેક ફળિયામાં નાની બજાર એ.કે.શોપ ખાતેથી બદરુદ્દીન અશરુદ્દીન ખાનને ઝડપી પાડી અંકલેશ્વર એ ડીવીઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખની છે કે ઝડપાયેલ આરોપી અંકલેશ્વર,હાંસોટ અને સુરતના સરથાણા મળી કુલ ૧૪ ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisment
Latest Stories