Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર GIDCમાં આવેલ ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.34.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

GIDC માં આવેલ ક્રિસ્ટલ ચોકડી નજીકના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો મળી ચાલકને 34.23 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો

X

ભરુચ એલસીબીએ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ ક્રિસ્ટલ ચોકડી નજીકના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો મળી ચાલકને 34.23 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પ્રોહીબિશન જુગારની પ્રવૃતિઓ અને અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ ગોડાઉના ગેરકાયદેસર ઉપયોગ ઉપર વોચ રાખવા આપેલ સૂચનાને આધારે ભરુચ એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ એમ.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહિત સ્ટાફ અંકલેશ્વરમાં નાઈટ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાનાં કમ્બોડિયા ગામનો કુખ્યાત બુટલેગર અશોક કેશરીમલ માલી અને લખીરામ ગીરીરાજ ગૌતમ બંને મળી વિદેશી દારૂનો જથ્થો મંગાવી અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ ક્રિસ્ટલ ચોકડી નજીકના ગોડાઉનમાં કટિંગ કરી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ગોડાઉન અને આઇસર ટેમ્પો નંબર-એમ.એચ.05.ઇ.એલ.6012માંથી 13656 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી પોલીસે 19.23 લાખનો દારૂ અને 15 લાખનો ટેમ્પો મળી કુલ 34.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મૂળ વાલિયાના ચોટલીયા ગામના ખાડી ફળીયાનો તેમજ હાલ ક્રિસ્ટલ ચોકડી પાસે રહેતો રામદાસ રમણભાઇ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે કુખ્યાત બુટલેગર અશોક કેશરીમલ માલી, લખીરામ ગીરીરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story