Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ગુજરાત રાજ્ય યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ-ગાંધીનગર દ્વારા પ્રોગ્રેસિવ સ્કૂલ ખાતે યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ...

ગુજરાત રાજ્ય ઈતિહાસ, કથા અને સંસ્કૃતિના ભવ્ય, સમૃદ્ધ અને અમૂલ્ય વારસાથી સમૃદ્ધ છે. ગુજરાતના તીર્થસ્થાનો અને યાત્રાધામો પણ આપણી સંસ્કૃતિના આગવા અંગો છે.

X

ગુજરાત રાજ્ય યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ-ગાંધીનગર દ્વારા ભરૂચ શહેરના નંદેવાર રોડ પર આવેલ આશ્રય સોસાયટી સ્થિત ધી પ્રોગ્રેસિવ હાઇસ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ “લોક સંસ્કૃતિનો વારસો”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય ઈતિહાસ, કથા અને સંસ્કૃતિના ભવ્ય, સમૃદ્ધ અને અમૂલ્ય વારસાથી સમૃદ્ધ છે. ગુજરાતના તીર્થસ્થાનો અને યાત્રાધામો પણ આપણી સંસ્કૃતિના આગવા અંગો છે. સમગ્ર ગુજરાતમાં વર્ષો જૂની પરંપરાથી ચાલી આવેલી રૂઢિગત સાંસ્કૃતિક વિશેષતાઓ છે. જેના કારણે ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક ક્ષેત્રે સમૃદ્ધ બન્યું છે, ત્યારે આવા સાંસ્કૃતિક વારસાની નવી પેઢીમાં પ્રેરણા મળી રહે અને સાંસ્કૃતિક વારસાના વિરાસતને આગળ ધપાવાના પ્રયાસના ભાગરૂપે ગુજરાત રાજ્ય યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ-ગાંધીનગર દ્વારા “લોક સંસ્કૃતિનો વારસો” કાર્યક્રમનું આયોજન શહેરની આશ્રય સોસાયટી સ્થિત ધી પ્રોગ્રેસિવ હાઇસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વરના નૃત્યકાર નિકુંજ મહેતાની ટીમ દ્વારા લોકનૃત્ય, દોહા, ગુજરાતની ઓળખ એવા ગરબા સહિતના કાર્યક્રમોનું આયોજન કરી વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક વારસાથી અવગત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે ધી પ્રોગ્રેસિવ હાઇસ્કૂલના સ્થાપક અને ગુજરાતના લોક ગાયક અભેસિંહ રાઠોડ સહિત શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story