દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે ભરૂચ શહેર સહિત જિલ્લાના બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
કોરોનાકાળ દરમિયાન બે વર્ષથી તહેવારોની ઉજવણી ફિકિ પડી હતી જોકે, ચાલુ વર્ષે કોરોનના કેસોમાં ઘટતા સરકાર દ્વારા ગાઈડલાઇન મુજબ દિવાળીના પર્વની ઉજવણીને મંજૂરી આપી હતી. જેને કારણે લોકો દ્વારા દિવાળીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે ભાઇબીજની વાત કરીએ તો પર્વની ઉજવણી કરવા જતાં મુસાફરોની સ્ટેશનો પર ભીડ જોવા મળે છે તો બીજી બાજુ બજારોમાં કરફ્યુ લાગ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભરૂચ શહેરના મુખ્ય બજારો સહિત જિલ્લાના બજારો સૂમસામ ભાસી રહ્યા છે. બજારની મોટાભાગની દુકાનો બંધ જોવા મળી રહી છે. ત્યારે બજારોમાં દુકાનો બંધ થતાં કર્ફ્યુ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે, હિન્દુ ધર્મમાં લાભ પાંચમના દિવસથી નવા વર્ષના ધંધા રોજગારનો પ્રારંભ થતો હોય છે ત્યારે લાભ પાંચમના દિવસથી બજારો ભરૂચ શહેર તથા જિલ્લાના બજારો ફરી ધમધમતા જોવા મળશે