/connect-gujarat/media/post_banners/3dd7a5931a34ee0a06b286d0379e42c362a52f7f13143fdc0665d3948cc695f9.jpg)
ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં આવેલ ઢાઢર નદીમાં શિયાળાની ઋતુ જામતા મગરોના ટોળા નદી કિનારે સૂર્યનો તાપ લેવા બહાર આવ્યા હતા.
ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં આવેલ ઢાઢર નદીમાં ખૂબ મોટા પ્રમાણમાં મગરો વસવાટ કરે છે, ત્યારે હાલ શિયાળાની ઋતુ જામતા ખૂબ જ મોટી માત્રામાં મગરોના ટોણા નદી કિનારે સૂર્યના તાપની મજા લેવા આવતા નજરે પડ્યા હતા. આ દરમ્યાન મગરોને જોવા માટે આજુબાજુના લોકો તેમજ માર્ગ પરથી પસાર થતાં લોકો ઉમટી પડ્યા હતા, જ્યાં વાહન ચાલકોએ પણ પોતાના વાહનને સાઈડમાં મુકી મગરોને જોવાનો આનંદ માણી મોબાઈલ કેમેરામાં પળોને કેદ કરી લીધી હતી, જ્યારે બાઈક સવાર મુસાફરો પણ બાળકોને મગર બતાવી ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.