ભરૂચના સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ અને હિન્દૂ જાગરણ મંચ દ્વારા આંબેડકર હૉલ ખાતે સાયબર સેફ ગર્લ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તજજ્ઞો દ્વારા મહિલા સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સમાજમાં મહિલાઓ પર થતી જાતીય તેમજ માનસિક સતામણી પર રોક લગાવવા અને આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ અને હિન્દૂ જાગરણ મંચ દ્વારા ભરૂચના ડો.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે સાયબર સેફ ગર્લ નામના વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય વક્તા અને સોશ્યલ મીડિયા એક્ષપર્ટ ડો.ખુશ્બૂ પંડ્યા તેમજ જે.પી.કોલેજના પ્રોફેસર મીનલ દવેએ દીકરીઓ પોતાની જાતને સુરક્ષિત કેવી રીતે રાખી શકે તેમજ કોઇ પણ જાતની સતામણીથી કેવી રીતે બચી શકે તે માટેની વિસ્તૃત માહિતી આપી હતી કોરોના મહામારી બાદ સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘણો વધી ગયો છે ત્યારે ઉપયોગની સાથે સાથે આ જ સોશિયલ મીડિયા અને એપનો દુરુપયોગ પણ દીનપ્રદીન વધી રહ્યો છે જેનાથી બચવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ સાવચેતીથી કરી પોતાને સુરક્ષિત રાખવા પ્રયાસ હાથ ધરવા જોઈએ એવી અપીલ બન્ને મહિલા આગેવાનોએ કરી હતી. આ પ્રસંગે મુખ્ય જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યા,દીપિકા શાહ,કૃણાલ ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા