ભરૂચ:બટુકનાથ વ્યાયામ શાળા દ્વારા સાયકલ સ્પર્ધા યોજાય, મોટી સંખ્યામાં સાયકલવીરોએ લીધો ભાગ

બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાયકલવીરોએ ભાગ લીધો હતો

New Update
ભરૂચ:બટુકનાથ વ્યાયામ શાળા દ્વારા સાયકલ સ્પર્ધા યોજાય, મોટી સંખ્યામાં સાયકલવીરોએ લીધો ભાગ

ભરૂચમાં કાર્યરત બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાયકલવીરોએ ભાગ લીધો હતો

ભરૂચ જિલ્લામાં લોકો સાયકલ ચલાવી પોતાના સ્વાસ્થ્ય-મનોબળ મજબૂત થાય અને વધુને વધુ લોકો સાયકલ ચલાવા પ્રેરાય તે હેતુથી બટુકનાથ વ્યાયામ દ્વારા સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાઈઓની સાયકલ સ્પર્ધામાં 30 કિ.મીમાં 37 તથા બહેનોની 20 કી.મીમાં 18 જેટલા સાયકલવીરોએ ભાગ લીધો હતો.સ્પર્ધાની શરૂઆત નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરાવવામાં આવી હતી.સાયકલ સ્પર્ધામાં ભાગ લેનાર રમતવીરો માટે પુરષ્કાર સમારોહ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,રિટાયર્ડ નાયબ મામલતદાર પી.સી.ભગત,ડોક્ટર હર્ષિલ ભાટિયા અને બટુકનાથ વ્યાયામશાળાના પ્રમુખ પિનાકીન રાજપુત, અર્જુનરાવલ ઉપસ્થિત રહ્યા હતા જેઓના હસ્તે સાયકલવિરોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા