ભરૂચ : વિકલાંગોને મદદરૂપ થવાના આશયથી શહેરમાં નીકળી સાયકલ યાત્રા

ભરૂચ : વિકલાંગોને મદદરૂપ થવાના આશયથી શહેરમાં નીકળી સાયકલ યાત્રા
New Update

ભરૂચ શહેરમાં ઇનર વ્હીલ કલબ તથા પોલીસ વિભાગના સંયુકત ઉપક્રમે સાયકલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.....

અકસ્માતમાં અથવા જન્મજાતથી પગની ખોડખાંપણ ધરવતાં લોકોને કૃત્રિમ પગ આપી શકાય તે માટે ભંડોળ ભેગું કરવાના શુભ આશયથી સાયકલયાત્રાનું આયોજન કરાયું.. શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી સાયકલ સવારોને લીલીઝંડી બતાવવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, ડીવાયએસપી વિકાસ સુંડા, એલસીબી પીઆઇ જે.એન.ઝાલા સહીતના મહેમાનો અને ઇનર વ્હીલ કલબના હોદ્દેદારો અને સભ્યો હાજર રહયાં હતાં. પ્રાસંગિક ઉદબોધનમાં ધારાસભ્ય દુષ્યંત પટેલે યુવાવર્ગને તેમના સ્વાસ્થય પ્રતિ જાગૃત બનવા હાકલ કરી હતી. તેમણે પોલીસ વિભાગ તથા ઇનર વ્હીલ કલબના આયોજનને બિરદાવ્યું હતું..

હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળેલા સાયકલ સવારો ઝાડેશ્વર સાંઇ મંદિર અને ત્યાંથી પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આવ્યાં હતાં. આ અવસરે બે સાયકલ સવારો નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસને સન્માનિત કરાયાં હતાં. બંને સાયકલીસ્ટોએ તાજેતરમાં જ 200 કીમીની રાઇડ 10 કલાક અને 50 મિનિટમાં પુર્ણ કરી હતી. બંનેને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે શાલ ઓઢાડવામાં આવી... સાયકલ યાત્રાનો મુખ્ય હેતુ જિલ્લામાં આવેલી કંપનીઓના સીઆરસી ફંડને એકત્રિત કરી તેમાંથી કૃત્રિમ પગ ખરીદી જરૂરીયાતમંદોને આપવાનો છે.

#Connect Gujarat #BeyondJustNews #Bharuch News #cycling #Handicap #Cyclist #Cyclothon #Helping #disabled
Here are a few more articles:
Read the Next Article