ભરૂચ: સાયકલવીરોએ દાંડી સુધીની 115 કી.મી.ની યાત્રા કરી મહાત્મા ગાંધીને અનોખી રીતે પાઠવી શ્રધ્ધાંજલી

સાયકલ વીરો 115 કી.મી.નો પ્રવાસ સાયકલ પર ખેડી દાંડી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં બાપુને નમન કર્યા હતા

New Update
ભરૂચ: સાયકલવીરોએ દાંડી સુધીની 115 કી.મી.ની યાત્રા કરી મહાત્મા ગાંધીને અનોખી રીતે પાઠવી શ્રધ્ધાંજલી

ભરૂચના સાયકલવીરોએ ગતરોજ ગાંધી જયંતિ નિમિત્તે ભરૂચથી નવસારીના દાંડી સુધીની સાયકલ યાત્રા કરી મહાત્મા ગાંધીને અનોખી રીતે શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી મહાત્મા ગાંધીની ગતરોજ જન્મજયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચના સાયકલવીરો દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે બાપુને અનોખી રીતે શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ભરૂચના સાયકલ વીર એવા પ્રગ્નેશ પટેલ,સમીર ઠક્કર,મદન મોર્ય અને બાલકૃષ્ણ ગતરોજ ગાંધી જયંતિ નિમિત્તે સાયકલ પર નવસારીના દાંડી ખાતે જવા રવાના થયા હતા.

ચારેય સાયકલ વીરો 115 કી.મી.નો પ્રવાસ સાયકલ પર ખેડી દાંડી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં બાપુને નમન કર્યા હતા.ગાંધીબાપુના વિચાર ફરી એકવાર જીવંત થાય અને તેઓનો સ્વરછતા અંગેનો સંદેશ પુન: એકવાર લોકો અનુસરે એ હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રીના સમયે તેઓ એતિહાસિક ગોલ્ડનબ્રિજ મારફતે ભરૂચ પરત ફરતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું

Latest Stories