Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નહેરૂ યૂવા કેન્દ્ર દ્વારા 3 જૂન વર્લ્ડ બાઈસિકલ ડે નિમિત્તે સાયકલોથોનનું કરાયું આયોજન.

ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર યોજવામાં આવી સાયકલોથોન

X

રોજીંદા જીવનમાં સાયકલનો ઉપયોગના લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્યથી 3 જૂન એટલે કે વિશ્વ સાયકલ દિવસ,વર્લ્ડ બાઈસિકલ ડે ઉજવણી કરવામાં આવતી હોય છે. તેનો ઉદ્દેશ્ય લોકોને એ સમજાવવાનો છે કે સાયકલ શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત પર્યાવરણ અને અર્થવ્યવસ્થા માટે પણ અનુકૂળની સાથે જીવ સૃષ્ટિ માટે પણ ઉપયોગી નીવડી શકે છે.

ભરૂચમાં પણ નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે 3 જૂને વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે ભરૂચના ગોલ્ડનબ્રિજથી એબીસી સર્કલ સુધી સાયકલોથોનનું યોજવામાં આવી હતી. આ સાયકલોથોને નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાના મેરુ યુવા કેન્દ્રના ડિસ્ટ્રીક ઓફિસર સુબ્રતા ઘોષના હસ્તે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ સાયકલોથો ગોલ્ડન બ્રિજ થી બોલાવો એબીસી સર્કલ થઈ ભરૂચની એમકે કોલેજ ખાતે સાયકલોથોન પૂર્ણાંહુતિ કરવામાં આવી હતી.આ સાયકલોથોનમાં જોડા જોડ આવનાર વિદ્યાર્થીઓ ને નેહરુ યુવા કેન્દ્ર તરફથી સર્ટિફિકેટ એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા..

Next Story