ભરૂચ: રોટરી ક્લબ દ્વારા સાયક્લોથોનનું કરાયું આયોજન, બેટી બચાવો અભિયાનનો હેતુ

New Update
ભરૂચ: રોટરી ક્લબ દ્વારા સાયક્લોથોનનું કરાયું આયોજન, બેટી બચાવો અભિયાનનો હેતુ

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આજરોજ વહેલી સવારે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાયકલવીરો જોડાયા.

રોટરી ઇન્ટરનેશનલ દ્વારા સેવાકીય અનેક કાર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે રોટરી કલબ ઓફ ભરૂચ અને તેની સહયોગી સંસ્થાઓ દ્વારા આજરોજ વહેલી સવારે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાડેશ્વર વિસ્તારમાંથી આ સાયક્લોથોન શરૂ થઈ હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં સાઇકલવીરો જોડાયા હતા. સમગ્ર દેશમાં આ પ્રકારની સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેના ટોટલ કિલોમીટરનો ગુણાકાર કરી જે રાશિ પ્રાપ્ત થશે તેને દીકરીઓના અભ્યાસ અને આરોગ્ય માટે ઉપયોગમાં લેવાશે