Connect Gujarat
ભરૂચ

ભરૂચ : દશામાના વ્રતનો આવતીકાલથી પ્રારંભ, પણ મોંઘવારીના કારણે બજારો સૂમસામ...

ભક્તોની દશા સુધારનાર માઁ દશામાના વ્રતનો આવતીકાલથી શુભારંભ થનાર છે, ત્યારે ભરૂચના વિવિધ મૂર્તિ બજારમાં હજુ પણ ખરીદીનો માહોલ ન જામતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે.

X

ભક્તોની દશા સુધારનાર માઁ દશામાના વ્રતનો આવતીકાલથી શુભારંભ થનાર છે, ત્યારે ભરૂચના વિવિધ મૂર્તિ બજારમાં હજુ પણ ખરીદીનો માહોલ ન જામતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે. GSTનું ગ્રહણ અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટર પણ મોંઘુ થતા ભક્તોના માથે મોંઘવારીનો બોજો વધ્યો છે.

ભારતીય સંસ્કૃતિમાં અનેક તહેવારો અને ઉત્સવ ઉજવવાનો અનેરો મહિમા રહ્યો છે, અને સાથે ધાર્મિક તહેવારો પણ અનેરૂ મહત્વ ધરાવે છે, ત્યારે શ્રાવણના પ્રારંભ પૂર્વે આષાઢ સુદના પાવન અવસરે માઁ દશામાના વ્રતનો પ્રારંભ થતો હોય છે. ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રત નાનામાં નાનો પરિવાર પણ કરે છે. માઈભક્તો દશામાની 10 દિવસ પોતાના ઘરમાં સ્થાપના કરી પૂજા-અર્ચના અને આરતી કરી ઉપવાસ સાથે માતાજીની આરાધનામાં મગ્ન બનતા હોય છે, ત્યારે આવતીકાલે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ થતું હોવાથી દશામાની મૂર્તિને પોતાના ઘરે લઈ જવા માટે ભક્તો ઉત્સુક જોવા મળી રહ્યા છે. પરંતુ મોંઘવારીના કારણે GSTનો બોજ અને ટ્રાન્સપોર્ટરનો ભાવ વધારો હોવાથી ભક્તોને પણ મૂર્તિ મોંઘી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે. સાથે જ આ વર્ષે મૂર્તિઓ મોંઘી થતા ભક્તો પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે, ત્યારે ભરૂચના ધોળીકુઇ બજાર સહિતના મૂર્તિ બજારોમાં અંતિમ સમયે ઘરાકી નીકળશે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે.

Next Story