Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સાયખાની ખાનગી કંપનીના સાઇટ હેડ અને સુપરવાઈઝરને જાનથી મારી નાંખવાની ધમકી,પોલીસે તપાસ શરૂ કરી

વાગરાના સાયખા કેમિકલ ઝોનમાં અનેક નાની મોટી કંપનીઓ આવી રહી છે.જેમાની બુરાકીયા કંપનીમાં એક વ્યક્તિએ ગેરકાયદે પ્રવેશ કરી કામકાજ અટકાવી દેતા વાતાવરણ ગરમાઈ જવા પામ્યુ હતુ.

ભરૂચ: સાયખાની ખાનગી કંપનીના સાઇટ હેડ અને સુપરવાઈઝરને જાનથી મારી નાંખવાની ધમકી,પોલીસે તપાસ શરૂ કરી
X

ભરૂચના વાગરાના સાયખા કેમિકલ ઝોનમાં અનેક નાની મોટી કંપનીઓ આવી રહી છે.જેમાની બુરાકીયા કંપનીમાં એક વ્યક્તિએ ગેરકાયદે પ્રવેશ કરી કામકાજ અટકાવી દેતા વાતાવરણ ગરમાઈ જવા પામ્યુ હતુ. કંપની સાઇટ ઇન્ચાર્જ અને કોન્ટ્રાકટ સુપરવાઈઝરને જાન થી મારી નાંખવાની ધમકી મળતા વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.કામ મેળવવા બાબતે કંપનીના અધિકારીને ધમકી મળતા સાયખા કેમિકલ ઝોનમાં સોંપો પડી જવા પામ્યો છે.

વાગરા તાલુકામાં આવેલ સાયખાં કેમિકલ ઝોન માં અનેક વિધ કંપનીઓ નું નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે.જેમાં બુરાકીયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માં પણ કન્ટ્રક્શન કામ ચાલી રહ્યુ છે.ગત ૨૦ સપ્ટેમ્બર ના રોજ આમદડા ગામના કુલદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ કંપનીમાં બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો હતો.તેણે કંપનીના પ્રોડકશન અને સાઇટ ઇન્ચાર્જ લક્ષ્મણ ભારદ્વાજ ને જણાવ્યુ હતુ કે કંપનીમાની ક્રેન બહાર કાઢો અને મારી ક્રેન કંપનીમાં લગાવો તેમ કહી બોલાચાલી કરી કામ બંધ કરાવી દીધુ હતુ. કંપનીએ મારી પાસેથી એક દિવસના અઢી લાખના ભાવથી ભાડા પેટે લેવી પડશે અને જો આમ નહિ થાયતો બહારથી કોઈ ક્રેન કંપનીમાં જવા દઈશ નહિ.પુનઃ કુલદીપસિંહ ૨૨ સપ્ટેમ્બરના રોજ બપોરે દોઢેક વાગે બળજબરીપૂર્વક કંપની એડમીન ઓફિસમાં ઘુસી ગયો હતો અને કોન્ટ્રાકટ સુપરવાઇઝર અને સાઇટ ઇન્ચાર્જને કહેલ કે તમારે કન્ટ્રક્શનનું રો- મટેરિયલ્સ મારી પાસેથી અમારા કહ્યા મુજબના ભાવથી લેવુ પડશે.જો નહિ લો તો સાયખા ગામના સ્થાનિક માણસોનું ટોળુ ભેગુ કરીને તમારી કંપનીનું કન્ટ્રક્શન કામ ચાલવા દઈશ નહિ અને જો કામ નહીં મળશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા કંપની પ્રોડક્શન અને સાઇટ ઇન્ચાર્જ લક્ષ્મણ ભારદ્વાજે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં સોંપો પડી ગયો હતો.વાગરા પોલીસે ધમકી આપનાર કુલદીપસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી છે.

Next Story