/connect-gujarat/media/post_banners/bca4de461ad99a98f047ab055c4d5fe92766f64b784d54c76bd94853cb172d75.jpg)
ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ બાબતે કોંગ્રેસના નારાજ જૂથે પ્રેસ કરી હતી અને કોંગ્રેસના જ સિમ્બોલ પર ઉમેદવાર ચૂંટણી લડે એવી માંગ કરી હતી
ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા તરફ લોકસભા ચૂંટણીની ઉમેદવાર તરીકેની પસંદગીનો કાળાશ ઢોળવામાં આવતા ચૂંટણી લડવાના અહેમદ પટેલના પરિવારજનો સહિતના નેતાઓના સ્વપ્ન રોળાયા છે.ઇ.વી.એમ મશીનમાં કોંગ્રેસનું નિશાન ન જોવા મળવાથી વોટબેન્કને મોટું નુકસાન પહોંચવાનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે. જેના ભાગરૂપે આજરોજ કોંગ્રેસના નારાજ જૂથના આગેવાનો દ્વારા ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોળા,ભરૂચ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે તેમને આ ગઠબંધનથી કોઈ વાંધો નથી પરંતુ જે પણ ઉમેદવાર હોય એ કોંગ્રેસના જ ચૂંટણી ચિન્હ પર ચૂંટણી લડવો જોઈએ અને આ બાબતે હાઈકમાન્ડને ફેર વિચારણા કરવા અપીલ કરી છે
ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન અંગે વિવાદ ચાલી રહયો છે ત્યારે કોંગ્રેસની માંગણી અંગે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનોની માંગ બાબતે મોવડી મંડળને જણાવવામાં આવશે અને તેઓ જે નિર્ણય લે એ પ્રમાણે ચૂંટણી લડવામાં આવશે