Connect Gujarat
ભરૂચ

ભરૂચ: માવઠાના કારણે ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર આપવાની માંગ, ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયુ

વરસેલ માવઠાના કારણે ખેડૂતોને થયેલ નુકશાન બાબતે વળતર ચૂકવવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

X

ભરૂચ જિલ્લામાં વરસેલ માવઠાના કારણે ખેડૂતોને થયેલ નુકશાન બાબતે વળતર ચૂકવવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં ઘઉં,બાજરી,જુવાર,દિવેલીયા,કપાસ વગેરે ખેત પેદાશોને વ્યાપક નુકશાન પહોંચ્યું હતુ ત્યારે ભરૂચ ભારતીય કિસાન સંઘ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવી ને જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે અને વાવાઝોડાના કારણે થયેલા નુકસાનનું વળતર તાત્કાલિક ધોરણે ખેડૂતોને આપવામાં આવે જેથી જગતનો તાત નુકસાનીમાંથી ઉભરી શકે અને જીવન નિર્વાહ કરી શકે

Next Story