Connect Gujarat
ભરૂચ

ભરૂચ : શ્રાવણ માસના છેલ્લા શનિવારે ઝઘડિયાના ગુમાનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ મંદિરે હનુમાનજીના દર્શન માટે આજ રોજ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી, ગુમાનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસના છેલ્લા શનિવારે દર વરસે મેળો ભરાય છે,

ભરૂચ : શ્રાવણ માસના છેલ્લા શનિવારે ઝઘડિયાના ગુમાનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
X

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ મંદિરે હનુમાનજીના દર્શન માટે આજ રોજ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી, ગુમાનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસના છેલ્લા શનિવારે દર વરસે મેળો ભરાય છે, એ જ રીતે આ વર્ષે પણ મંદિર બહાર મેળો ભરાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર હનુમાનજીના દર્શન કરવા લોકો દૂર દૂરથી ભક્તો પગપાળા પણ આવતા હોઈ છે. પવિત્ર શ્રવણ માસમાં શનિવારના દિવસે હનુમાનજીના દર્શન કરવાનું અનેરું મહિમા છે. ભરૂચ જિલ્લામાં અને આસ પાસના જિલ્લામાં ભકતો માટે આસ્થાનું કેન્દ્ર છે. શ્રાવણ માસમાં દેરક શનિવારના દિવસે મેળો પણ ભરાતો હોય છે પરંતુ હાલ કોરોના મહામારીના સમયમાં લોકોની ભીડ એકત્ર ના થાય તે માટે સરકારના આદેશ સોશિયલ ડિસ્ટન્સ રાખી તેમજ કોરોના ગાઇડલાઇનનું પાલન કરી શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો, દર વર્ષ કરતા આ વર્ષે મેળામા ખુબ જ ઓછ ભક્તો આવી રહ્યા હોવાનું દ્રશ્યો જોવા મળ્યા હતા.

Next Story