/connect-gujarat/media/post_banners/6e852e1e333a8796d730959a001b24a828650cd45ffb653d494e3d49954ce99b.jpg)
ભરૂચ જિલ્લામાં નર્મદા નદી કાંઠાના વિસ્તારો ફુલની ખેતી માટે ખૂબ જાણીતા છે. અહીના ખેડૂતો ગુલાબ, ગલગોટા અને પારસની ખેતી કરી વ્યાપક પ્રમાણમાં સારી આવક મેળવી રહ્યા છે. જોકે, વેપારીઓને જે ફૂલ પહેલા 20થી 30 રૂપિયે કિલો મળતા હતા. તે હવે 70થી 80 રૂપિયે કિલો મળી રહ્યા છે. જેથી અહીના વેપારીઓની હાલત કફોડી બની છે.
કોરોના મહામારીએ, ખેતી સહીતના અનેક વ્યવસાયોને આર્થિક પાયમાલીના ભરડામાં લઈ લીધા હતા. નાસિકથી આવતા ફૂલોની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. કારણ કે, કોરોના વખતના સમયમાં નાસિક અને બીજા રાજ્યોમાં ધાર્મિક સ્થળો અને તહેવારો બંધ થતા ફૂલોના વેચાણ પર મોટી અસર થવા પામી હતી. જે કારણસર ખેડૂતોએ અન્ય પાકોનું વાવેતર કરી ગુજરાન ચલાવવાનો વારો આવ્યો હતો. તાજેતરમાં કોરોનાની અસર મહદંશે ઓછી થતાં ધાર્મિક સ્થળો, લગ્નપ્રસંગોમાં ધાર્મિક પ્રક્રિયાની શરૂઆત થઇ છે. જોકે, કમોસમી વરસાદ ફૂલોની ખેતી કરનાર ખેડૂતો માટે આફતરૂપ સમાન બન્યો હતો. ખેડૂતોએ મહેનત અને પરસેવો પાડી ફરી વખત ફુલોના ખેતી પાકમાં વધારો કર્યો છે. નર્મદા નદી કાંઠાના કાંપવાળા વિસ્તારમાં ઉગતા ફુલની માંગ ગુજરાત સહિતના અન્ય પ્રદેશોમાં રહે છે. નર્મદા કાંઠા વિસ્તારના ફુલો ઉગાડતા ખેડૂતો રોજ સવારે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક આવેલ બજારમાં ફૂલનું મોટા પ્રમાણમાં વેચાણ કરે છે. અહી વેપારીઓમાં ફૂલોની આવક વધુ હોવા છતાં પણ નિરાશા જોવા મળી રહી છે. કારણ કે, વેપારીઓને જે ફૂલ પહેલા 20થી 30 રૂપિયે કિલો મળતા હતા. હવે એ જ ફૂલ 70થી 80 રૂપિયે કિલો મળી રહ્યા છે. જેની સામે ફૂલના જથ્થાનો ઉપાડ ઓછો થતા અહીના વેપારીઓની હાલત કફોડી બની છે.