Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જરૂરીયાતમંદોને અનાજની કીટનું વિતરણ, સેવાયજ્ઞ સમિતિ ખાતે યોજાયો કાર્યક્રમ

દેશમાં લોકડાઉન બાદ ગરીબોની હાલત કફોડી બની છે ત્યારે ભરૂચના પુષ્પમ ગૃપ તરફથી જરૂરીયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરાયું

X

દેશમાં લોકડાઉન બાદ ગરીબોની હાલત કફોડી બની છે ત્યારે ભરૂચના પુષ્પમ ગૃપ તરફથી જરૂરીયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરાયું હતું.

કોરોના વાયરસના કહેરના કારણે દેશમાં લોકડાઉન કરવાની ફરજ પડી હતી. લોકડાઉનના કારણે ધંધા- રોજગાર બંધ થતાં ગરીબ લોકોની હાલત કફોડી બની છે. જરૂરીયાતમંદ લોકોને મદદ કરવાના આશય સાથે ભરૂચના પુષ્પમ ગૃપ તરફથી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલની પાછળ આવેલાં સેવાયજ્ઞ સમિતિના કાર્યાલય ખાતે આયોજીત કાર્યક્રમમાં અનાજની કીટનું વિતરણ કરાયું હતું. પુષ્પમ ગૃપે એપ્રિલ મહિનામાં ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને દર મહિને ગૃપ તરફથી સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ગરીબ અને જરૂરીયાતમંદોને 1.30 લાખ રૂપિયાની કિમંતની 225 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.....

Next Story