Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ધોરણ 10 બોર્ડનું જિલ્લાનું 61.07 ટકા પરિણામ જાહેર,કહી ખુશી કહી ગમનો માહોલ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થયુ છે જેમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહયો છે

X

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થયુ છે જેમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહયો છે

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયુ હતુ.જિલ્લામાં ધો.10માં કુલ 18261 વિધાર્થીઓની પરિક્ષા 32 કેન્દ્ર પર લેવાઈ હતી. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પુરી થઇ ગઈ હતી ત્યારથી વિધાર્થીઓ અને વાલીઓ કાગાડોળે પરિણામની રાહ જોઇ રહ્યા હતા.જેનું આતુરતાનો અંત આજે પરિણામ જાહેર થતા આવ્યું હતું. આ વર્ષે ભરૂચ જિલ્લાનું 61.07 ટકા રિઝલ્ટ આવ્યું છે જે ગત વર્ષ કરતા 3.59 ટકા ઓછું જાહેર થયું હતું.આ વર્ષે ધોરણ 10 માં A-1 ગ્રેડમાં 102 વિદ્યાર્થીઓ અને A-791 વિદ્યાર્થીઓ સાથે ભરૂચ જિલ્લા નું આ વર્ષનું 61.07 ટકા રિઝલ્ટ આવ્યું છે.ઉલ્લેખનીય છે કે ધોરણ 10 માં ભરૂચના 3 કેન્દ્રો નું સૌથી વધુ પરિણામ અને જિલ્લાના દરિયા કેંન્દ્રનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે.વધુ માં જિલ્લાની ત્રણ શાળાનું 0 ટકા,30 થી ઓછા ટકા 26 શાળાનું જિલ્લામાં પરિણામ આવ્યું છે.

Next Story