Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકમાં અરૂણસિંહ રણા સાતમી વખત સંભાળશે સુકાન

અરૂણસિંહ રણાની પેનલનો થયો હતો વિજય, અરૂણસિંહ રણા ચેરમેન તરીકે બિનહરીફ.

X

ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકમાં વાગરાના ધારાસભ્ય અને ચેરમેન અરૂણસિંહ રણાના પુત્ર અજયસિંહ રણાની એન્ટ્રી થઇ છે. શુક્રવારના રોજ થયેલી ચુંટણીમાં ચેરમેન તરીકે અરૂણસિંહ રણા અને વાઇસ ચેરમેન તરીકે કરશન પટેલ બિનહરીફ ચુંટાય આવ્યાં છે. અરૂણસિંહ રણાના પુત્ર અજયસિંહ રણા બેંકના મેનેજીંગ ડીરેકટર બન્યાં છે.

ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકમાં પ્રાંત અધિકારી પ્રજાપતિની ઉપસ્થિતિમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચુંટણી યોજવામાં આવી હતી. બેંકના ચેરમેન તરીકે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા તથા વાઇસ ચેરમેન તરીકે કરશન પટેલની બિનહરીફ વરણી થઇ છે. અરૂણસિંહ રણા સતત સાતમી વખત ચેરમેન તરીકે ચુંટાઇ આવ્યાં છે. ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકમાં વ્યવસ્થાપક મંડળની ચૂંટણીમાં કુલ 21 બેઠકોમાંથી 19 બેઠકો પર અરુણસિંહ રણાની પેનલના ઉમેદવારો બિન હરીફ વિજેતા થયાં હતાં.

બેંકની બે બેઠકો રાજપીપળા અને હાંસોટ માટે મતદાન કરાવવામાં આવ્યું હતું. હાંસોટ બેઠક પર હર્ષદ પટેલ અને રાજપીપળા બેઠક પર સુનિલ પટેલનો વિજય થયો હતો. બેંકમાં હવે અરૂણસિંહ રણાના પુત્ર અજયસિંહ રણાની પણ એન્ટ્રી થઇ છે. તેમને બેંકના મેનેજીંગ ડીરેકટર બનાવવામાં આવ્યાં છે.

Next Story