ભરૂચ જિલ્લા જેલકર્મીઓએ પડતર માંગોને લઈ માસ સીએલ પર ઉતરી વિરોધ દર્શાવ્યો...

જેલ વિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, જેલ વિભાગના કર્મચારીઓ અતિ ગંભીર ગુનાના બંદીવાનો સાથે સતત સંઘર્ષમાં રહેતા હોય છે.

New Update
ભરૂચ જિલ્લા જેલકર્મીઓએ પડતર માંગોને લઈ માસ સીએલ પર ઉતરી વિરોધ દર્શાવ્યો...

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ ગુજરાત રાજ્યના પોલીસ સંવર્ગના કર્મચારીઓ માટે 'ફિક્સ રકમ' જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજમાં ગુજરાત રાજ્યના જેલ વિભાગના કોન્સ્ટેબ્યુલરી સંવર્ગના કર્મચારીઓને સમાવેશ કરવા બાબતે ભરૂચ જીલ્લા જેલ વિભાગના કર્મચારીઓએ માસ સીએલ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.

જેલ વિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, જેલ વિભાગના કર્મચારીઓ અતિ ગંભીર ગુનાના બંદીવાનો સાથે સતત સંઘર્ષમાં રહેતા હોય છે. તેમની નોકરી પણ અતી કઠીન હોય અને પોલીસ વિભાગમાં કર્મચારીઓની જેમ જ જેલ વિભાગના કર્મચારીઓ પણ ૨૪ કલાક ફરજમાં બંધાયેલ હોય તથા આવશ્યક સેવાઓમાં આવતા હોય અને તેમની દર ત્રણ વર્ષે જીલ્લા ફેર બદલી થતી હોય છે. આવી પરીસ્થિમાં જેલ કર્મચારીઓનું મનોબળ જળવાઈ રહે તથા નિરાષા ઉત્પન્ન ન થાય અને કર્મચારીઓનો ઉત્સાહ અને નૈતીકતા જળવાળ રહે તે હેતુસર ખાસ ભથ્થા, ફિક્સ પગારના કર્મચારીઓનો રજા પગાર તથા વોશીંગ એલાઉન્સ જેલ વિભાગના કર્મચારીઓને મળી રહે અને ફરી વિસંગતતા ઉભી ન થાય તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવતા આજ દિન સુધી કોઈપણ પ્રકારનો નિર્ણય આવેલ ન હોય જે માંગો સંતોષવામાં આવતી નથી, ત્યારે આ તમામ મુદ્દા બાબતે યોગ્ય રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ત્વરીત ન્યાય નહીં મળતા જિલ્લા મુખ્ય જેલ બહાર માસ સીએલ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.

Latest Stories