ભરૂચ : જીલ્લા કક્ષાનો 15મો સ્પેશિયલ ઓલમ્પિક્સ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો

ભરૂચમાં જીલ્લા કક્ષાનો 15 સ્પેશિયલ ઓલિમ્પિકસ જી.એન.એફ.સી સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાયો હતો.

ભરૂચ : જીલ્લા કક્ષાનો 15મો સ્પેશિયલ ઓલમ્પિક્સ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો
New Update

ભરૂચમાં જીલ્લા કક્ષાનો 15 સ્પેશિયલ ઓલિમ્પિકસ જી.એન.એફ.સી સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાયો હતો. જેમાં કલરવ, અસ્મિતા વિકાસ કેન્દ્ર, સર્વશિક્ષા અભિયાન, ડાયેટ કોસંબા, શૈશવ અંકલેશ્વરના મળીને કુલ 305 દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

ભરૂચ જિલ્લાનાં જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે 15મો સ્પેશિયલ ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં છેલ્લા 14 વર્ષથી દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ઓલિમ્પિક્સ રમાડવામાં આવે છે. જેમાં જિલ્લાના અલગ અલગ સંસ્થાઓના દિવ્યાંગ બાળકો ભાગ લેતા હોય છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ, કલરવ સંસ્થા અને એલએનજી પેટ્રોનેટ ફાઉન્ડેશનના સહયોગથી જિલ્લા કક્ષાનો 15મો સ્પેશિયલ ઓલિમ્પિક્સ GNFC ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. આ સ્પેશિયલ ઓલિમ્પિક્સ સ્પર્ધામાં કલરવ, અસ્મિતા વિકાસ કેન્દ્ર, સર્વશિક્ષા અભિયાન, ડાયેટ કોસંબા અને શૈશવ અંકલેશ્વરના મળીને કુલ 305 દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બાળકોએ 25 મીટર, 50 મીટર, 100 મીટર, 200 મીટર તથા 400 મીટર દોડ અને વોક, સોફ્ટબોલ થ્રો, ગોળાફેંક, લાંબોકૂદકો, સ્વિમિંગ, સ્કેટિંગ, બેડમિંટન, ટેબલ ટેનીસ, સાયકલિંગ જેવી રમતોમાં ભાગ લીધો હતો. જેનો શુભારંભ ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબેનના વરદ હસ્તે કરાયો હતો. આ પ્રસંગે દરેક સંસ્થાના સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch #Gujarat #CGNews #Students #program #district level #Olympics competition #Special Olympics competition #Handicap
Here are a few more articles:
Read the Next Article