રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત રોજગાર એપ્રેન્ટીસ નિમણુકપત્રો વિતરણ કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં આજરોજ ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુ્ષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ગુજરાતમાં ૧૦૩ યુનિવર્સિટીઓ આવેલી છે. જેથી ગુજરાત હવે અભ્યાસ ક્ષેત્રે ડેસ્ટીનેશન હબ બન્યું છે.સ્ટાર્ટઅપ ઈન્ડસ્ટ્રીના કારણે યુવાનોને રોજગારી માટે પ્રબળ તકો મળી રહી છે.ભરૂચ જિલ્લો ઔધોગિક ક્ષેત્રનું હબ છે. ભરૂચ જિલ્લામાં રોજગારીની વિપુલ તકો સાથે શિક્ષિત યુવાનોને મળી રહી છે.જેથી કરીને સમગ્ર ગુજરાત તથા દેશમાં ભરૂચ જિલ્લો રોજગારી આપવામાં માતબર ફાળો આપ્યો છે.
યુવાનોને પોતાના ક્ષેત્રમાં કૌશલ્ય વધારીને "આત્મનિર્ભર ગુજરાત થી આત્મનિર્ભર ભારતની" સંકલ્પનાને સાકાર કરવા પ્રેરીત કર્યા છે.જિલ્લામાં ૩૫ ભરતીમેળા યોજીને ૬૦૦૦થી વધુ ઉમેદવારોને રોજગારી મળી છે. વધુમાં મહાનુભાવોના હસ્તે યુવાનોને નિમણૂંક પત્રો અને એપ્રન્ટીસશીપના નિમણૂંક પત્રોનું વિતરણ કરાયું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, રોજગાર અધિકારી એન આર દવે ,અંકલેશ્વર આઈ ટી આઈના આચાર્ય બી. ડી. રાવળ સહીત વિવિધ ઔધાગિક સંસ્થાના પ્રતિનિધિઓ તથા મોટી સખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા