New Update
/connect-gujarat/media/post_banners/11112577671a4817c7433cfbf888ee0b62a53cf3a4fa45fb8e47b92977d2d7e2.jpg)
ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવશે જેમાં કેબિનેટ પ્રધાન દિલિપ ઠાકોર ધ્વજવંદન કરશે
ભરૂચની મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 75 માં સ્વતંત્રતા દિન નિમિતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ 15 મી ઓગષ્ટના રોજ સવારે 9 કલાકે યોજનાર છે.જેમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે.જેનું ગ્રાન્ડ રિહર્સલ શુક્રવારે જિલ્લા કલેકટર સહિત અન્ય ઉચ્ચધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.જે અંતર્ગત પોલીસ પરેડ સહિતના કાર્યક્રમો યોજાશે