Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની નેત્રંગ ખાતે ઉજવણી, દેશભક્તિનો માહોલ જોવા મળ્યો

ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની નેત્રંગ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટર તુષાર સુમેરાએ ધ્વજવંદન કર્યું હતું.

X

ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની નેત્રંગ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટર તુષાર સુમેરાએ ધ્વજવંદન કર્યું હતું.

સમગ્ર દેશ અને રાજ્યમાં આન બાન અને શાન સાથે 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ નેત્રંગ ખાતે યોજાયો હતો જેમાં કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરુચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, અધિક કલેક્ટર એન.આર.ધાંધલ સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે પરે તેમજ વિવિધ સાંસ્ક્રુતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એકમેકને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી

Next Story