Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નેત્રંગ ખાતે નાંદી ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કક્ષાની “તુફાન ગેમ્સ”નું ભવ્ય આયોજન કરાયું

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ જીન કમ્પાઉન્ડમાં નાંદી ફાઉન્ડેશન દ્વારા 2 દિવસીય તા. 1 અને 2 ડિસેમ્બરના રોજ જિલ્લા કક્ષાની તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે.

X

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ જીન કમ્પાઉન્ડમાં નાંદી ફાઉન્ડેશન દ્વારા 2 દિવસીય તા. 1 અને 2 ડિસેમ્બરના રોજ જિલ્લા કક્ષાની તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે.

રમતનું આપણા જીવનમાં ખૂબ મહત્વ રહેલું છે. વિવિધ આઉટડોર રમતો રમવાથી બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ થાય છે. રમત રમવાથી સમૂહભાવના તેમજ ખેલદિલી જેવા ગુણોનો વિકાસ થાય છે. નાંદી ફાઉન્ડેશન હેઠળ નન્હીકલીઓ માટે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ જીન કમ્પાઉન્ડમાં તા. 1 અને 2 ડિસેમ્બરના રોજ જિલ્લા કક્ષાની તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગેમ્સમાં નેત્રંગ અને વાલિયા બ્લોકની 120 નન્હીકલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેઓને નેત્રંગ અને વાલિયા બ્લોકમાં ASC કક્ષાની સ્પર્ધામાંથી પસંદ કરવામાં આવી હતી. જેમાં 50 મીટરની દોડ, સ્ટેન્ડીંગ જમ્પ, ઇંડ્યુલન્સ રન અને સટલ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. 2 દિવસ ચાલનાર તુફાન ગેમ્સમાં 2 અલગ અલગ ટીમો ભાગ લેનાર છે, ત્યારે ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે નન્હી કલીના પોગ્રામ ઓફિસર તેમજ તેઓની ટીમ નેત્રંગ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ બાલુ વસાવા, યુવા આગેવાન બ્રિજેશ પટેલ, એડવોકેટ સ્નેહલ પટેલ, આરોગ્ય વિભાગનો સ્ટાફ તેમજ નાંદી ફાઉન્ડેશનની બહેનો અને તુફાન ગેમ્સમાં ભાગ લેનાર દીકરીઓ ઉપસ્થિત રહી હતી.

Next Story