ભરૂચ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ ઉભી થતા કાંઠા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.પાણી ઓસર્યા બાદની વિકટ પરિસ્થિતિ સામે ત્યાં વસવાટ કરતા લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. આ આપદા વેળાએ પૂર અસરગ્રસ્ત પરિવારોની વ્હારે ઘણી સંસ્થાઓ અને દાતાઓ આવી વિવિધ જરૂરીયાતમંદ લોકો સુધી જરૂરીયાત મુજબની વ્યવસ્થાઓ કરી માનવતા મહેકાવી છે.ત્યારે આ અનુદાનમાં ભરૂચ જિલ્લાની મહિલા ડોમેસ્ટ્રીક ક્રિકેટ પ્લેયર મુસ્કાન વસાવા મેદાને આવી પોતાની બચતની પાંચ લાખ રૂપિયા જેટલી માતબર પૂંજીનું અનુદાન કરી સખાવતીની સરવાણીમાં પોતીકું યોગદાન આપ્યું હતું. મહિલા ગ્રામીણ મંચ બલેશ્વરમાં ભેગા થયેલા અનુદાનથી અનાજની કીટો તૈયાર કરી ઝઘડિયા તાલુકાના ઇન્દોર તેમજ બીજાં ગામડાંઓ ખાતે વિતરણ કરાયું હતું .
ભરૂચ: ઝઘડીયાના પૂરઅસરગ્રસ્ત ગામડાઓની વ્હારે આવી ડોમેસ્ટ્રીક ક્રિકેટ પ્લેયર મુસ્કાન વસાવા,વાંચો શું કરી સહાય
ભરૂચ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ ઉભી થતા કાંઠા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.
New Update