ભરૂચ : ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભીમોત્સવ કાર્યક્રમ યોજાયો...

ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભીમોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભીમોત્સવ કાર્યક્રમ યોજાયો...

ભરૂચ શહેરના કણબીવગા વિસ્તાર સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભીમોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીના ઉપલક્ષમાં ભીમોત્સવ કાર્યક્રમનું ભરૂચના ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ડો. બાબાસાહેબની જન્મ જયંતિ સમિતિ-ભરૂચ દ્વારા તેઓને યાદ કરીને તેમના કાર્યોની કદર અને ઋણ અદા કરવાના આશય સાથે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા વિવિધ સહયોગી સંસ્થાઓના સહકારથી ભીમોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજ અને રાષ્ટ્ર ઉત્થાનના કાર્યોનું સ્મરણ કરી ડો. બાબાસાહેબના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિતના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.