ભરૂચ: ડો.બાબા સાહેબ આંબેડકરની આજરોજ પુણ્યતિથિ,ભાજપ દ્વારા અર્પણ કરવામાં આવી પુષ્પાંજલી

બાબા સાહેબ આંબેડકર દેશના એવા નેતાઓમાં જાણીતા છે, જેમણે ભારતીય રાજકારણને એક નવો આયામ આપ્યો

ભરૂચ: ડો.બાબા સાહેબ આંબેડકરની આજરોજ પુણ્યતિથિ,ભાજપ દ્વારા અર્પણ કરવામાં આવી પુષ્પાંજલી
New Update

ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની આજરોજ પુણ્યતિથિ નિમિત્તે ભરુચ જિલ્લા ભાજપ દ્વારા તેઓની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા છઠ્ઠી ડિસેમ્બર રોજ દેશભરમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે.ન્યાયશાસ્ત્રી,રાજકારણી,અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક આંબેડકરને ભારતીય બંધારણના આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે.

બાબા સાહેબ આંબેડકર દેશના એવા નેતાઓમાં જાણીતા છે, જેમણે ભારતીય રાજકારણને એક નવો આયામ આપ્યો.સમરસતાના પ્રતીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચના રેલ્વે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપના મહામંત્રી નીરલ પટેલ,દિવ્યેશ પટેલ સહિતના હોદ્દેદારોએ બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી સમાજ પ્રત્યેના તેમના કાર્યોને યાદ કર્યા હતા

#Bharuch #GujaratConnect #BJPBharuch #Dr.Baba Saheb Ambedkar #floral wreath #DR Baba Saheb #ડો.બાબા સાહેબ આંબેડકર #પુણ્યતિથિ
Here are a few more articles:
Read the Next Article