Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મુંબઈમાં રૂ. 70 કરોડના ખર્ચે દૂધધારા ડેરીનો પ્લાન્ટ સ્થપાશે, સી.આર.પાટીલે કર્યું ભૂમિપૂજન

ઝાડેશ્વર વિસ્તાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના સભાખંડ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં દૂધધારા ડેરીની 63મી વાર્ષિક સાધારણ સભા મળી હતી.

X

ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના સભાખંડ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં દૂધધારા ડેરીની 63મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. સી.આર.પાટિલના હસ્તે મુંબઈ દૂધ પ્લાન્ટ અને શ્રીખંડ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ સોલર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદક મંડળી દૂધધારા ડેરી હવે મુંબઈમાં શ્વેતક્રાંતિ કરવા જઈ રહી છે. ભરૂચના ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં ડેરીની 63મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. આ અવસરે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે સભા દરમ્યાન દૂધધારા ડેરીના રૂ. 70 કરોડના ખર્ચે મુંબઈ દૂધ પ્લાન્ટ, રૂ. 5 કરોડના ખર્ચે શ્રીખંડ પ્લાન્ટનું ભૂમિપૂજન તેમજ રૂ. 2 કરોડના ખર્ચે 500 કે.વી. સોલર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દૂધધારા ડેરીના ચેરેમન ઘનશ્યામ પટેલે ભરૂચ અને નર્મદા જિલ્લાના 62 હજાર સભાસદોને તા. 21 જૂનથી દૂધના ખરીદ ભાવ રૂ. 725થી વધારીને રૂ. 735 કરવાની જાહેરાત કરી દૂધ ઉત્પાદકોને ભેટ ધરી હતી. ડેરીનો સોલાર પ્લાન્ટ કાર્યરત થતા રોજની 20% વીજ બીલમાં પણ બચત થશે, ત્યારે ડેરી આગામી સમયમાં પણ સુવિધા સવલતો વધારવા સાથે દૂધ ઉત્પાદનમાં ઉન્નતિ કરતી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યું હતો. આ પ્રસંગે દૂધધારા ડેરી, ધારીખેડા સુગર ચેરમેન અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, વિધાનસભાના ઉપદંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા સહિત ડિરેક્ટરો તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story