Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બુલેટ ટ્રેન-ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ અને એક્સપ્રેસ-વેની કામગીરીના પગલે થામ-વહાલું નજીક ભરાયા વરસાદી પાણી…

વરસાદી પાણીનો નિકાલ અટકી જતાં ખેતરોમાં પાણીનો ભરાવો થયો છે.

X

ભરૂચ જિલ્લાના થામ અને વહાલું ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ગુડ્સ ટ્રેન રેલ્વે ટ્રેક અને એક્સપ્રેસ-વેની કામગીરીના પગલે આસપાસના ગામોમાં વરસાદી પાણી ભરાય જતાં સેંકડો ખેડૂતો દયનીય હાલતમાં મુકાયા છે. ભરૂચ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ગુડ્સ ટ્રેન રેલ્વે ટ્રેક અને એક્સપ્રેસ-વેની કામગીરી પૂર્ણતાના આરે છે, ત્યારે આ પ્રોજેક્ટ ભરૂચ જિલ્લાના થામ અને વહાલું તથા આસપાસના ગામોના ખેડૂતો માટે સમસ્યાનું સર્જનહાર બન્યો છે.

તાજેતરમાં જ હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતભરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પહેલા વરસાદે જ થામ અને વહાલું સહિત આસપાસના ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. વિકાસની ગતિએ ભરૂચ જિલ્લો આગળ વધી રહ્યો છે, ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ગુડ્સ ટ્રેન રેલ્વે ટ્રેક અને એક્સપ્રેસ-વેની કામગીરી ભરૂચ જિલ્લામાં પૂર્ણતાના આરે છે. પરંતુ આ ત્રણેય પ્રોજેક્ટના કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી જતાં ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયાં છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર, પરીએજ ગામ નજીકથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ગુડ્સ ટ્રેન રેલ્વે ટ્રેક અને એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ અંતર્ગત રોડ અને રેલ્વે ટ્રેક નાખવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ, ચોમાસું શરૂ થઈ ગયું છે, પણ વરસાદી પાણીનો નિકાલ અટકી જતાં ખેતરોમાં પાણીનો ભરાવો થયો છે. આ મામલે અગાઉ ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને ખેડૂતો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યું છે, ત્યારે હવે કોઈ કાર્યવાહી ન થતા ફરી પહેલા જ વરસાદમાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

Next Story