ભરૂચ: મુશળધાર વરસાદના કારણે મકતમપુર નજીકના કૃષિ યુનિવર્સિટીના ખેતરમાં પાણી ફરી વળ્યું

ભરૂચ જીલ્લામાં ગત રોજ વરસેલા 5 ઇંચ વરસાદને પગલે ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા હતા.

New Update
ભરૂચ: મુશળધાર વરસાદના કારણે મકતમપુર નજીકના કૃષિ યુનિવર્સિટીના ખેતરમાં પાણી ફરી વળ્યું

ભરૂચ જીલ્લામાં ગત રોજ વરસેલા 5 ઇંચ વરસાદને પગલે ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. મકતાં પૂર ખાતે આવેલ કૃષિ યુનિવર્સિટીમાં પણ પાણી ભરતા વિધાર્થી દ્વારા વાવેલ પાકને નુકશાન પહોચ્યું છે.

ભરૂચ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં સતત ચાર દિવસથી પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ભરૂચ શહેરમાં વરસ્યો હતો. જેને કારણે ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. ત્યારે મકતમપુર ખાતે આવેલ કૃષિ યુનિવર્સિટીના ખેતરમાં પાણી ફરી વળ્યું હતું. યુનિવર્સિટીના ખેતરમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેને લઈને યુનિવર્સિટીના વિધાર્થીઓ દ્વારા વાવવામાં આવેલ પાકને નુકશાન પહોચ્યું છે. વધુ કોઈ નુકશાન ન પહોચે તે માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે જેસીબીની મદદથી નાળાની સફાઈ શરૂ કરાઈ હતી. સતત વરસાદી પાણીનો ભરાવો થતાં જાહેર માર્ગ પર પસાર થતા વાહનચાલકોને હાલાકી થઈ હતી. હાલ 15મી જુલાઇ ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે લોકોનું જનજીવન ખોરવાયું છે.

Latest Stories