ભરૂચ : સ્ટુડન્ટ્સ વિઝા માટે જાણીતી ફ્યુચરલીંક કન્સલટન્ટ દ્વારા એજ્યુકેશન એક્સ્પો-2024 યોજાયો…

વડોદરાની સ્ટુડન્ટ્સ વિઝા માટે જાણીતી ફ્યુચરલીંક કન્સલટન્ટ દ્વારા ભરૂચ ખાતે એજ્યુકેશન એક્સ્પો-2024નું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : સ્ટુડન્ટ્સ વિઝા માટે જાણીતી ફ્યુચરલીંક કન્સલટન્ટ દ્વારા એજ્યુકેશન એક્સ્પો-2024 યોજાયો…

વડોદરાની સ્ટુડન્ટ્સ વિઝા માટે જાણીતી ફ્યુચરલીંક કન્સલટન્ટ દ્વારા ભરૂચ ખાતે એજ્યુકેશન એક્સ્પો-2024નું આયોજન કરવામાં આવ્યું હતું.

ફ્યુચરલીંક કન્સલ્ટન્ટ છેલ્લા 23 વર્ષોથી કેનેડા, યુએસએ, યુકે તેમજ જર્મની અને અન્ય દેશોમાં સ્ટુડન્ટસ વિઝા માટે ખૂબજ જાણીતું નામ છે, અને અત્યાર સુધી 60 હજારથી વધુ વિદ્યાર્થીઓને વિદેશોમાં સ્ટડી વિઝા પર મોકલ્યા છે, અને તેઓને ત્યાં સ્થાયી થવામાં મદદરૂપ પણ થઈ છે. ફ્યુચરલીંક કન્સલ્ટન્ટ દ્વારા તા. 10મે, 2024ના રોજ એજ્યુકેશન એક્સ્પોનું હોટેલ તાજ વિવંતા અકોટામાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 16 દેશોમાંથી 150થી વધુ યુનિવર્સિટીના ડેલીગેટ્સ આવ્યા હતા. તેઓએ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપી વિદેશમાં કેવી રીતે અભ્યાસ થઈ શકે અને ત્યાં કેવી રીતે સ્થાયી થઈ શકાય તે વીષે માહિતી પુરી પાડી હતી. ફ્યુચરલીંક કન્સલ્ટન્ટના ડાયરેક્ટરએ જણાવ્યું હતું કે, ફ્યુચરલીંક કન્સલ્ટન્ટની ભારતભરમાં 10 ઓફિસ આવેલી છે, અને આવનારા 2024માં ભારતભરમાં કુલ 25 ઓફિસ કરવાની તેઓની તૈયારી છે. તેઓની કેનેડા અને USAમાં પણ સંપૂર્ણ સુવિધા યુક્ત ઓફીસ આવેલી છે. 2024માં વિદેશમાં યુ.કે. અને જર્મનીમાં પણ ફ્યુચરલીંક કન્સલ્ટન્ટની ઓફીસ શરૂ કરવા જઇ રહ્યા છે. જેથી જેઓ ભારતમાંથી ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ દ્વારા સ્ટૂડન્ટ વિઝા કે, અન્ય વિઝા મેળવી વિદેશમાં આવે છે, અને તેઓને કોઇક મદદની જરૂર હોય તો તેઓ વિદેશની ફ્યુચરલીંક કન્સલ્ટન્ટની ઓફીસનો સંપર્ક કરી શકે તે હેતુસર વધુમાં વધુ ઓફીસ વિદેશમાં શરૂ કરવામાં વિચાર આવ્યો છે.