ભરૂચ:સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં 45 દિવસ બાદ ચિતા સળગી,વૃદ્ધના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર

ભરૂચના સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં 45 દિવસ બાદ ચિતા સળગતી જોવા મળી હતી.

New Update
ભરૂચ:સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં 45 દિવસ બાદ ચિતા સળગી,વૃદ્ધના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર

ભરૂચના સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં 45 દિવસ બાદ ચિતા સળગતી જોવા મળી હતી. આજે 7૩ વર્ષીય વૃદ્ધના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

વિશ્વમાં કોરોનાનો નવો વેરીયન્ટ હાહાકાર મચાવી રહયો છે જેને લઈ ભારત સરકાર પણ સતર્ક બની છે આ તરફ ભરૂચમાં પણ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. ભરૂચમાં નર્મદા નદીના કિનારે રાજયનું સૌ પ્રથમ સ્પેશ્યલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું જ્યાં 45 દિવસ બાદ આજરોજ ચિતા સળગતી જોવા મળી હતી. કોવિડ સ્મશાનમાં 73 વર્ષીય વૃદ્ધના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.73 વર્ષીય વૃદ્ધ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા દરમ્યાન તેઓનું મોત નીપજયું હતું ત્યારે તેઓના સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.કોરોનાના નવા વેરીયન્ટના કારણે દહેશત નો માહોલ છે ત્યારે કોરોના ફરીથી માથુ ઊંચકી રહ્યો હોવાનું લાગી રહ્યો છે આવા સમયે સાવચેતી એ જ સલામતી સૂત્રને અનુરૂપ માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરીયે એ જરૂરી છે

Latest Stories