Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદ પાલિકાની કર્મચારી ક્રેડિટ સોસાયટી દ્વારા સભાસદોને ભેટસ્વરૂપે પાણીના કુલરનું વિતરણ કરાયું...

ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાની કર્મચારી ક્રેડિટ સોસાયટી તરફથી સભાસદોને પાણીના કુલરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ : આમોદ પાલિકાની કર્મચારી ક્રેડિટ સોસાયટી દ્વારા સભાસદોને ભેટસ્વરૂપે પાણીના કુલરનું વિતરણ કરાયું...
X

ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાની કર્મચારી ક્રેડિટ સોસાયટી તરફથી સભાસદોને પાણીના કુલરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાની કર્મચારી ક્રેડિટ સોસાયટી તરફથી સભાસદોને પાણીના કુલરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમોદ પાલિકાની કર્મચારી ક્રેડિટ સોસાયટી તરફથી સભાસદોને વર્ષ 2022-23ના વર્ષની ભેટસ્વરૂપે પાણીના કુલર આપવામાં આવતા તેઓમાં ખુશી જોવા મળી હતી. આમોદ નગરપાલિકામાં કામ કરતા કર્મચારી માટે ક્રેડિટ સોસાયટી 35 વર્ષથી કાર્યરત છે. જે કર્મચારીઓના ઉત્થાન માટે કામગીરી કરી રહી છે. ક્રેડિટ સોસાયટી તરફથી દર 2 વર્ષે સભાસદોને નફા ભંડોળમાંથી ભેટ આપવામાં આવે છે, ત્યારે પાલિકા કર્મચારી ક્રેડિટ સોસાયટીના સેક્રેટરી મનહર સોલંકીએ જણાવ્યું હતું કે, આમોદ નગરપાલિકા કચેરીના કર્મચારી ક્રેડિટ સોસાયટીના સભાસદોને વપરાશમાં આવે તેવી પાણીના કુલરની ભેટ આપવામાં આવી છે.

Next Story