/connect-gujarat/media/post_banners/35d61f091ff7b900dbe1d10a410558c6e12a9bb563815de928a653c65717ad49.jpg)
વીજકંપનીઓના ખાનગીકરણના વિરોધમાં રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનમાં ભરૂચ ખાતે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર ગુજરાતમા વીજ કંપનીઓના ખાનગીકરણના પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે જેની સામે વીજ કર્મચારીમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે અપાયેલ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનમાં ભરૂચ ખાતે પણ વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા સુત્રોચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના ઉપક્રમે ભરૂચ ખાતે પણ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. વીજ કંપનીના કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં અને કામદાર એકતા અંગે સુત્રોચાર કરવામા આવ્યા હતા.ખાનગીકરણ સામેના વિરોધ અંગે કર્મચારીઓના આગેવાન એ. આર. પ્રજાપતિએ જણાવ્યું હતુકે કર્મચારીઓ 70 વર્ષથી તનતોડ મહેનત કરી રહ્યા છે તેને નજર અંદાજ કરી સરકાર ખાનગીકરણ કરવા પ્રયાસ કરી રહી છે. ખાનગીકરણ સામેના આંદોલન આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દે કોઈ સમાધાનકારી વલણ અખત્યાર કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.