/connect-gujarat/media/post_banners/07fa7f387dc63672daf5220889bdf9ede97455a19183202bce32ed41133138f4.jpg)
ભરૂચના મકતમપુરમાં આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પ્રવેશદ્વાર પાસે DGVCLના કર્મચારીઓએ ખાનગીકરણ સામે ભારે વિરોધ નોંધાવી પ્રદર્શન કર્યું હતું.
સરકારની દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું ખાનગીકરણ થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે જેના પગલે સમગ્ર ગુજરાતના વીજ કંપનીના કર્મચારીઓમાં પણ ખાનગીકરણને લઇ વિરોધનો વંટોળ ઉભો થયો છે. જેમાં ગુજરાતના તમામ વીજ કંપનીના કર્મચારીઓએ તાલુકા અને જિલ્લાની કચેરીઓમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચના મકતમપુર રોડ ઉપર આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પ્રવેશદ્વાર નજીક વીજ કંપનીના કર્મચારીઓએ ખાનગીકરણને લઇ બેનર સાથે વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો અને સરકાર સામે સૂત્રોચ્ચાર કરી ખાનગીકરણ ન કરવાની માંગ કરી હતી.