Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ગુજરાત વિદ્યુત બોર્ડમાં એપ્રેન્ટીસની પરીક્ષામાં થયેલ પેપર લીક મામલે કર્મચારીઓનો વિરોધ.

X

ગુજરાત સરકારના ઉર્જા વિભાગની સાત કંપનીઓમાંથી એક એવી DGVCL કંપનીમાં સરકારના આદેશ મુજબ, પ્રતિભાશાળી બેરોજગારોને રોજગારી પૂરી પાડવાના આશયથી 2000 હજાર જેટલી ભરતીઓ માટે એપ્રેન્ટીસની પરીક્ષા લેવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના સેન્ટરોમાં સુરત, વલસાડ, ભરૂચ, નર્મદા અને વાપી જીલ્લાના ગામો સહીત સાપુતારા, સાગબારા, કેવડીયા, જંબુસર, પાલેજ અને દહેજ સુધી સ્વખર્ચે વિદ્યાર્થીઓ એપ્રેન્ટીસની પરીક્ષા આપવા ગયા હતા.

જે બાદ કોઈક એક વિદ્યાર્થી દ્વારા પેપરના ફોટાને સોશિયલ મીડિયાના માધ્યમથી લીક કરવામાં આવ્યા હતા, ત્યારે અન્ય એક જાગૃત વિદ્યાર્થી દ્વારા આ અંગે તાપી જિલ્લા કલેકટર અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરતા તેમાં એચ.આર. વિભાગ દ્વારા મિલીભગત કરી હોવાની ગુજરાત વિદ્યુત કામદાર સંધને શંકા ગઈ હતી. જે બાદ એચ.આર. વિભાગનો પ્રભાવ ઘણો હોવાથી કોઈ કાયદાકીય પગલા લેવામાં આવ્યા નથી, ત્યારે સમગ્ર મામલે ભરૂચ તથા અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ કંપનીના દરેક કર્મચારીઓએ કચેરીમાં કાળી પટ્ટી ધારણ કરી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા.

Next Story