Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નવરાત્રી મહોત્સવને લઈને ગરબા આયોજકોમાં ઉત્સાહ, તડામાર તૈયારીઓ શરૂ કરાય...

કોરોનાના કારણે 2 વર્ષના અંતરાલ બાદ ભરૂચ શહેર તથા જીલ્લામાં નવરાત્રી મહોત્સવને લઈને ગરબા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

X

કોરોનાના કારણે 2 વર્ષના અંતરાલ બાદ ભરૂચ શહેર તથા જીલ્લામાં નવરાત્રી મહોત્સવને લઈને ગરબા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

કોરોના સંક્રમણના કારણે એક જ સ્થળે મોટી માત્રામાં લોકો એકત્ર ન થાય તે માટે છેલ્લા બે વર્ષથી નવરાત્રી પર્વને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું, અને માતાજીની બે વર્ષ સાદગીપૂર્વક આરાધના અને ઉપાસના કરી ધન્યતા અનુભવી હતી. પરંતુ આસો નવરાત્રીમાં ગરબાનું પણ અનેરૂ મહત્વ રહેલું છે, જેના પગલે વિવિધ પાર્ટી પ્લોટ અને મોટા ગરબાના આયોજનો પણ કરવામાં આવતા હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોના સંકટના કારણે જાહેર નવરાત્રીના આયોજનો ઉપર રોક લાગી હતી. પરંતુ તાજેતરમાં કોરોના સંક્રમણનું સંકટ ટળી જતા જાહેર નવરાત્રીના ગરબાના આયોજનોને છૂટ આપવામાં આવી છે. જેના પગલે ભરૂચની જુની મામલતદાર કચેરીની નજીક સહિતના વિવિધ વિસ્તારો અને પાર્ટી પ્લોટોમાં ગરબાના આયોજકો પણ સજ્જ થઈ રહ્યા છે.ગરબા આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ ખાતે મંડપ, લાઇટિંગ સહિત સાઉન્ડ સિસ્ટમ થકી સજાવટ કરવામાં આવી રહી છે. જેથી કહી શકાય કે, ભરૂચ શહેર તથા જીલ્લામાં ગરબાના આયોજકો નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓમાં જોતરાઈ ગયા છે.

Next Story