ભરૂચ : નોરતાના પ્રારંભે તવરા સ્થિત પાંચ દેવી મંદિરે આહીર સમાજ દ્વારા માતાજીના જવારાની સ્થાપના...

આસો નવરાત્રીના પ્રારંભ સાથે આહીર સમાજ દ્વારા દર વર્ષે ધામધૂમથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે,

New Update
ભરૂચ : નોરતાના પ્રારંભે તવરા સ્થિત પાંચ દેવી મંદિરે આહીર સમાજ દ્વારા માતાજીના જવારાની સ્થાપના...

શારદીય નવરાત્રી મહોત્સવનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ તાલુકાના તવરા ગામે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી છે.

આસો નવરાત્રીના પ્રારંભ સાથે આહીર સમાજ દ્વારા દર વર્ષે ધામધૂમથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે આજથી શારદીય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે ભરૂચ તાલુકાના તવરા ગામે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી છે. નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના મંદિરે મઢની સાફ-સફાઈ કરી જવારામાં ઘઉં, જુવાર, વાલ, મગ, જવ જેવા કઠોળથી માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી છે. માતાજીના જવારાનું પુજન-અર્ચન કરી 10 દિવસ બાદ પાવન સલીલા માઁ નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે. આ ઉત્સવ દરમ્યાન ભરૂચ તાલુકાના તવરા ગામ સ્થિત પાંચદેવી મંદિરે જિલ્લાભરમાંથી માઈભક્તો માતાજીના દર્શાનાર્થે આવી ધન્યતા અનુભવતા હોય છે. આસો નવરાત્રિના પ્રથમ નોરતેથી જ કેટલાક માઈભક્તો દ્વારા એકટાણું ઉપવાસ કરવામાં આવે છે. આ ઉપરાંત માતાજીની ભક્તિમાં લીન બની મોડી રાત્રે શેરી ગરબામાં રમઝટ બોલાવી આસો નવરાત્રી ઉજવણી કરવામાં આવે છે.

Latest Stories