New Update
/connect-gujarat/media/post_banners/76ef4340f74ad51714efeb5a31a740292dea0822dfa25c22714d741e2dd90890.jpg)
ભરૂચ જિલ્લામાં અંતિમ દિવસે પણ ભરૂચના બજારોમાં ઘરાકી નીકળતા વેપારીઓ ખુશ ખુશાલ જોવા મળ્યા. ભરૂચના બજારોમાં સવારથી જ પતંગ રસિકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા.
ભરૂચ જિલ્લામાં કોરોનાની મહામારીના કારણે અનેક તહેવારો અને ઉત્સવોને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. પતંગ બજારોમાં ખરીદી કરવા લોકો નીકરશે કે નહીં તે મુંઝવણ વેપારીઓએ અનુભવી હતી પરંતુ ઉતરાયણના એક દિવસ અગાઉ સવારથી જ ભરૂચના બજારોમાં પતંગ બજારમાં ઘરાકીનો માહોલ જામતા વેપારીઓમાં ખુશી દેખાઈ હતી . આજરોજ સવારથી જ વિવિધ સ્થળોએ પતંગ દોરીના સ્ટોર ઉપર ગ્રાહકોના મેળાવડા જામ્યા હતા અને મોડે મોડે પણ ઉત્તરાયણ પર્વની ખરીદીમાં તેજી આવતાં વેપારીઓની સીઝન સફળ રહી હતી .