નેશનલ એશોસીએશન ફોર ધ બ્લાઇંડ ભરૂચ શાખા દ્વારા આજરોજ ડિજિટલ લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે. નેશનલ એશોસીએશન ફોર ધ બ્લાઇંડ ભરૂચ શાખા ભરૂચ અને નર્મદા જિલ્લાના દ્રષ્ટિહીન લોકો માટે કાર્યરત છે. ત્યારે આજરોજ સંસ્થા દ્વારા ડિજિટલ લાઈબ્રેરી શરૂ કરવામાં આવી હતી. આ લાઇબ્રેરીમાં હજારો પુસ્તકો રેકોર્ડ થઈ શકે અને લોકો ડિજિટલ મધ્યમથી તેનો લાભ લઈ શકે.
ઓડિયો બુક્સનો લોકો લાભ લે તે હેતુથી આ લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે. આ લાઈબ્રેરી માટે ICVEI દ્વારા 50000નું દાન પણ આપવામાં આવ્યું હતું. હાલ અમદાવાદ, સુરત અને ભુજમાં ડિજિટલ લાઈબ્રેરી કાર્યરત છે ત્યારે હવે આજથી ભરૂચમાં પણ ડિજિટલ લાઈબ્રેરી શરૂ થતાં ભરૂચ અને નર્મદાનાં દ્રષ્ટિહીન લોકો પણ તેનો લાભ લઈ શકશે. ભરૂચ અને નર્મદા જિલ્લા દ્રષ્ટિહીન અને દિવ્યંગ લોકોની સેવા કરવા માટે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ શાખા શરૂ કરવામાં આવી હતી.