/connect-gujarat/media/post_banners/96b88fb13e64450b6f1bce5f335aa7223bf39c36bb954ce19219922e9461ef48.jpg)
ભરૂચના શ્રી સત્ય સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંખના ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો ભરૂચની બુસા સોસાયટી નજીક આવેલ શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ તબક્કાવાર મેડિકલ કેમ્પ સહિતના લોક સુખાકારી અને સેવાકીય પ્રવૃત્તિઓ અને શરીર સંબંધિત કેમ્પોનું આયોજન કરવામાં આવતું રહ્યું છે..
ત્યારે આજરોજ સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ,ભરૂચ જનરલ હોસ્પિટલના ડોક્ટર કિન્નરી પરમારના સહયોગથી વિના મૂલ્યે આંખમાં મોતિયા, ઝામર તેમજ પદ્ધતિથી આંખોના નંબર કાઢી વિના મૂલ્ય ચશ્મા સહિત આંખના રોગોનું નિદાન અને ઓપરેશન સાથે આંખની સંભાળ માટેના માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મેડિકલ કેમ્પમાં સંસ્થાના વિજય આચાર્ય,સમિતિ કન્વીનર મુકેશ પટેલ,સેવાદલ કોઓર્ડીનેટર હરીશ ચૌહાણ સહિત સ્વંય સેવકો ઉપસ્થિત રહ્યા હતા