Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સરકારની વળતર નીતિ સામે ખેડૂત સમન્વય સમિતિનો વિરોધ, જુઓ કેવી ચીમકી ઉચ્ચારી..!

સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ જેવી કે, વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાઓમાં ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે.

X

ભરૂચ જીલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટોને ફરી ગ્રહણ લાગ્યું છે. ખેડૂત સમન્વય સમિતિ દ્વારા વળતર બાબતે જિલ્લા સમાહર્તાને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ જેવી કે, વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાઓમાં ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે. આ યોજના પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડમાં બુલેટ ટ્રેન અને વડોદરા મુંબઈ એક્સપ્રેસ-વેમાં જમીન સંપાદન અધિનિયમ-2013ની કલમ મુજબ વળતર ચૂકવાયું છે. ત્યારબાદ ખેડૂતોને જમીનનો કબજો સુપ્રત કરાયો છે. જોકે, આ યોજના પ્રમાણે ભરૂચ જિલ્લાના ખેડૂતોને દક્ષિણ ગુજરાતના ખેડૂતો જેટલું વર્તન નહીં મળતા ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ સરકારની વળતર નીતિ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ફરી એક વખત ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદન પત્ર પાઠવી યોગ્ય વળતર નહીં ચૂકવાય તો ભરૂચ જિલ્લામાંથી પસાર થતા મહત્વકાંક્ષી પ્રોજેક્ટની કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ સાથે જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, મહેસુલ મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખને સંબોધીને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

Next Story