/connect-gujarat/media/post_banners/fc38e4be84781f34f8c260fd5e9e502375f0146069f5a470d1962d73d3b4f9b3.webp)
ભરૂચના આમોદ તાલુકાના મંજોલા ગામના ખેડૂતોએ આજે ભેગા મળી મંજોલા એગ્રીકલ્ચરનું વીજ જોડાણ ફરી ચાલુ કરવા માંગ કરી હતી.પહેલા મંજોલા ફીડર ઉપર જ એગ્રીકલ્ચર વીજ જોડાણ આપવામાં આવ્યું હતું.પરંતુ વર્ષ પહેલાં મંજોલા ફીડર બંધ કરી વેડચા ફીડર ઉપર મંજોલા એગ્રીકલ્ચર વીજ જોડાણ આપી દેવાથી મંજોલા ગામના ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો નહીં મળતા ખેડૂતો રોષે ભરાયા હતા.
વેડચા ફીડર ઉપરથી એગ્રીકલ્ચર વીજ લાઇન આપવાથી વારંવાર ટ્રીપિંગ થવાથી કૂવાની મોટરો પણ બળી જતી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે કપાસની ખેતી કરતા ખેડૂતો મે મહિનામા જ કુવાના પાણીથી પિયત કરી કપાસ ઉછેરતા હોય છે.ત્યારે વેડચા ફીડર ઉપરથી મંજોલા એગ્રીકલ્ચરનું જોડાણ આપતા વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે.જેથી ખેડૂતોને જરૂરિયાત મુજબ પૂરતા વીજ કલાકો નહીં મળતા ખેડૂતો રોષે ભરાયા હતા.અને આજ રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની આમોદ પેટા વિભાગીય કચેરીએ આવી ખેડૂતોએ રોષ વ્યકત કરી વીજ કંપનીના ઇજનેરને મંજોલા ફીડર ફરી ચાલુ કરવા માંગ કરી હતી.