/connect-gujarat/media/post_banners/8c053dec1fa1126fb0d4451b4df8bbed11359e889911e22c38c36aaf0f006655.jpg)
ભરૂચ પાલિકામાં બાકી નીકળતા પેમેન્ટ ના મુદ્દે કોન્ટ્રાક્ટરે પાલિકા ખાતે ઉપવાસ આંદોલન નો પ્રારંભ કરતાં તંત્ર દોડતું થયું હતું અને આઠ લાખ રૂપિયાનો ચેક આપી બાકીનું પેમેન્ટ થોડા સમય માં આપવાની ખાત્રી આપી મામલો હાલ પૂરતો સમેટવામાં આવ્યો હતો.કોન્ત્રક્તારો ઉતાર્યા ભરૂચ નગરપાલિકાની હાલત બાર સાંધે ત્યાં તેર તુટે જેવી છે .સ્ટ્રીટ લાઈટ તેમજ વોટર વર્કસ નું કરોડો રૃપિયાનું બિલ બાકી રહેતા થોડા દિવસો પૂર્વે વીજ કંપની દ્વારા સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. જે બાદ માંડ માંડ બાકી બિલની થોડી રકમ ભરી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં આવી છે. ત્યારે હવે કનસ્ટ્રકશનના ગીરધરભાઇ ઝાલાએ વિવિધ કામના બાકી પડતા રૂ. 40 લાખના મુદ્દે પાલિકાની સામે જ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું.
જેના પગલે પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. આ મુદ્દે ભરૃચ નગરપાલિકાના ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ જણાવ્યું હતું કે તેઓએ કોન્ટ્રાક્ટ ના ઘણા કામો અધુરા રાખ્યા છે જેમાં કસક વિસ્તારમાં પેવર બ્લોક સાથે ગટરની કામગીરી ન કરી હોવાના કારણે પાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી હતી. તેમજ ચાર તબક્કામાં ગ્રાન્ટ આવતી હોય તે રીતે ચુકવણું થતું હોય છે તેથી ગ્રાન્ટ આવતા તેમનું બાકી રહેતું પેમેન્ટ ચૂકવી દેવાશે .જોકે આ બાદ પાલિકા દ્વારા કોન્ટ્રાકટરના બાકી પડતા બિલ પૈકી રૂ 8 લાખનો ચેક આપી બાકીનું પેમેન્ટ ટુંક સમયમાં કરવાની ખાતરી આપી મામલો સમેટી લેવામાં આવ્યો હતો.