New Update
/connect-gujarat/media/post_banners/8aba6a96e1bc1419f493e8cca3a80ba84f93bb09906907f42f9b2b148c78bbbe.webp)
ભરૂચના ઝાડેશ્વર ગામે રહેતી વિધવા મહિલાને મકાન બાબતે ધાકધમકી આપવાના મામલામાં ન્યાયની માંગ સાથે ત્રણ મહિલાઓ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
ભરૂચ ઝાડેશ્વર ગામે રહેતી વિધવા મહિલા જયાબેન વસાવા તેમના ઘરનું કામ કરાવી રહી હોઇ ગામના આગેવાને તેમના ઘરને લઇને અરજી કરતાં વહિવટીતંત્રએ ઘરને સીલ માર્યું હતું. બીજી તરફ આગેવાન તેમને ધાકધમકીઓ આપતો હોઇ વિધવાએ પોલીસમાં ફરિયાદ આપવા જતાં પોલીસે તેમની એફઆરઆઇ નોંધી ન હોવાના આક્ષેપ સાથે મહિલાએ ઝેરી દવા પી ગઇ હતી. મહિલાની ત્રણ પુત્રીઓએ તેમની માતાની ફરિયાદ નોંધાય અને તેમને ન્યાય મળે તેવી માંગ સાથે ભરૂચના સ્ટેશન સર્કલ પર ઉપવાસ આંદોલન પર બેઠી હતી.